મહારાષ્ટ્ર અને તામિલનાડુ કરતાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સેવન વધારે, આંકડા જાણીને ફાટી જશે આંખો

સુશાંતના મૃત્યુની તપાસ હાલ ડ્રગ એંગલથી જોવામાં આવી છે અને તેની સાથે જ ડ્રગ્સની ચર્ચા આખાએ દેશમાં ખૂબ વધી ગઈ છે. અને બોલીવૂડને તો લોકો ડ્રગ્સ વૂડ જ કહેવા લાગ્યા છે. પણ માત્ર બોલીવૂડ જ નથી જે ડ્રગ્સથી ખરડાયેલું છે દેશના મોટા-મોટા શહેરોમાં ડ્રગ્સ મેળવવું જરા પણ અઘરુ નથી. અને જો તમને વહેમ હોય કે ગુજરાત આ બાબતે દૂધે નાહ્યેલું છે તો તેવું જરા પણ નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું છે, અને આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધારે જથ્થો સુરતમાંથી મળ્યો છે. સુરતમાંથી જ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે.

image source

હાલમાં જ NCRB એટલે કે નેશન ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા 2019ના આંકડા બહાર પાડવામા આવ્યા છે. અને તેને ધ્યાનમા લઈએ તો તે આંકતડા પ્રમાણે સૌથી વધું લિકર-નાર્કોટિક ડ્રગ્સના કેસ ગુજરાતમાં નોંધાયા છે.

image source

તમને જણાવી દઈએ કે આ કેસ મહારાષ્ટ્ર તેમજ તામિલનાડુ કરતાં પણ વધારે છે. ગુજરાતમાં કે જ્યાં દારૂબંધી છે જેને દેશમાં ડ્રાઈ સ્ટેટ કહેવાય છે ત્યાં નશીલા દ્રવ્યોનું સેવન કરવા બાબતે 2019માં 2,41,715 કેસ નોંધાયા છે તેની સામે મહારાષ્ટ્રમાં, 83,156 કેસ નોંધાયા છે જ્યારે તામિલનાડુમાં 1,51281 કેસ નોંધાયા છે.

image source

ગુજરાતને એક ડ્રાઈ સ્ટેટ એટલે કે દારૂબંધીવાળું સ્ટેટ ગણવામાં આવે છે. પણ ગુજરાતનો સામાન્યમાં સામાન્ય નાગરિક એ જાણે છે કે છૂપા બારણે અહીં દારૂનો વેપલો પુષ્કળ થઈ રહ્યો છે. અને માટે જ NCRB દ્વારા જે 2019નો આંકડો જણાવવામાં આવ્યો છે તે ખરેખર ચિંતા ઉપજાવનારો છે. ઉપર જણાવ્યું તેમ ગુજરાતમાં લિકર તેમજ નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત કેસ આખાએ દેશમાં સૌથી વધારે નોંધાયા છે.

image source

તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધારે નશીલા દ્રવ્યોના સેવનના કેસ ધરાવતા ટોપ 5 રાજ્યોમાં બિહાર, કેરળ, મહારાષ્ટ્ર તામિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

નશીલા દ્રવ્યોના સેવનના સૌથી વધારે કેસ ધરાવતા ટોપ 5 રાજ્યો

image source

પ્રથમ ક્રમે છે ગુજરાત છે, અહીં 2,41,715 કેસ નોંધાયા છે, બીજા ક્રમે છે તામિલનાડુ 1,51281 કેસ, ત્રીજા ક્રમે છે મહારાષ્ટ્ર અહીં 83156 કેસ નોંધાયા છે. ચોથા ક્રમે છે બિહાર અહીં 49182 કેસ નોંધાયા છે. પાંચમાં ક્રમે છે કેરળ અહીં 29,252 કેસ નોંધાયા છે.

સુરત અને અમદાવાદ આખાએ દેશમાં આગળ

image source

2019ના એનસીઆરબી દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા પ્રમાણે લિકર અને નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ દેશના કુલ 19 શહેરોમાં કૂલ 1,02,153 કેસ નોંધાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ શહેરોમાં સુરત પ્રથમ ક્રમે છે ત્યાર બાદ અમદાવાદ છે, ત્યાર બાદ મુંબઈ, ચેન્નઈ તેમજ દિલ્લી તેમજ અન્ય શહેરો છે. સુરતમાં કુલ 23,977 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 20,782 કેસ લિકર તેમજ નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત