સુરત GIDCમાં આગ લાગતા 5 કી.મી.દૂરથી દેખાયા ધુમાડાના ગોટે ગોટા, ટળી મોટી દૂર્ઘટના

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે અહીંની એક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે.

image source

આ આગ એટલી વિકરાળ છે તેના કારણે નીકળતા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દુર સુધી જોવા મળ્યા હતા. આ ગોડાઉનમાં આગ કયા કારણે લાગી તે હાલ સ્પષ્ટ થયું નથી.

આ અંગે જાણવા મળ્યાનુસાર સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંબિકા કેમિકલ ફેક્ટરીમાં આજે સાંજના સમયે અચાનક ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. આ આગે જોતજોતામાં ભીષણ સ્વરુપ ધારણ કરી લેતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

image source

આગ કેટલી ભયંકર હશે તે વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જ્યાં આગ લાગી છે તે વિસ્તાર સહિત આસપાસના 5-7 કિલોમીટરના વિસ્તારમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ છે કે નહીં તે હાલના તબક્કે બહાર આવ્યું નથી પરંતુ આગની સ્થિતિ જોતાં મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે.

અંબિકા કેમિકલ ફેક્ટરીનું આ ગોડાઉન હતું જેમાં પણ કેમિકલ રાખેલું હતું. આ ગોડાઉનમાં લાગેલી આગે ઝડપ પકડતાં જીઆઈડીસીમાં આવેલી મેઈન સ્ટ્રીમ લાઈનમાં પણ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આ આગને કાબુમાં લેવામાં માટે સચિન વિસ્તાર ઉપરાંત સુરત અને આસપાસના વિસ્તારોના ફાયર ફાઈટરોને પણ બોલાવવામાં આવ્યા છે.

image source

આગ કેમિકલના ગોડાઉનમાં લાગી હોવાથી તેણે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું છે જેના કારણે તેના પર પાણીનો મારો ઉપરાંત ફોગિંગ કરીને પણ કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ ગરમીનું પ્રમાણ પણ વધારે હોવાથી આગ સતત પ્રસરી રહી છે અને ફાયરના જવાનોને આગ પર કાબુમાં લેવામાં સમસ્યા થઈ રહી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરની ટીમે અન્ય સાધનોની પણ મદદ લેવાની શરુઆત કરી દીધી છે.

image source

આગના કારણે આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતાં વર્કર્સ અને રહેણાક વિસ્તારના લોકોમાં પણ ભયનું મોજું ફરી વળ્યું છે. આગ લાગ્યાની સાથે જ લોકો પણ રસ્તા પર દોડી આવ્યા હતા અને આ કારણે રસ્તા પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. આ કારણે સચિન જીઆઈડીસીના આ ઘટનાસ્થળે પોલીસને પણ બોલાવવી પડી હતી.

પોલીસે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને આસપાસની ફેક્ટરીઓને અને ગોડાઉન માટે એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસે લોકોને જોખમી હોય તેવા સ્થળેથી સલામત સ્થળે ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે તેવામાં હાલ તો ચિંતાનો વિષય આ આગ બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત