નવા વર્ષના પહેલા જ દિવસે ગેસ સિલિન્ડર મોંઘા થયા, જાણો ભાવમાં કેટલો વધારો થયો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી) નવા વર્ષના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. ડિસેમ્બરમાં કંપનીઓએ રસોઈ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત 100 રૂપિયા વધારો કર્યો હતો. જે બાદ સબસિડી વિના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઈ ગઈ છે. જો કે સબસિડી વિના 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે.

image source

છેલ્લા એક મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 91 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગ્રાહકોને 1290 રૂપિયામાં મળી રહ્યો હતો, જ્યારે 1 ડિસેમ્બરથી ગેસ સિલિન્ડરની કિંમત રૂપિયા 91 વધી અને સિલિન્ડરની કિંમત 1381.50 રૂપિયા થઈ ગઈ છે.

image source

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો એલપીજી રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ .17 નો વધારો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારાને કારણે 1,332 રૂપિયાવાળા સિલિન્ડર રૂ. 1,349 થયા છે. કોલકાતામાં 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 1,387.50 રૂપિયાથી વધીને 1,410 રૂપિયા થઈ ગઈ છે. અહીં ભાવમાં સિલિન્ડર દીઠ રૂ .22.50 નો વધારો થયો છે. અહીં ઘરેલું ગેસની કિંમત 720.50 રૂપિયા છે.

image source

મુંબઈ અને ચેન્નાઈની વાત કરીએ તો તે સિલિન્ડર દીઠ 1,297.50 રૂપિયા અને સિલિન્ડર દીઠ 1,463.50 રૂપિયા પર પહોંચી ગયો છે. આ બંને મહાનગરોમાં 17 રૂપિયા વધારવામાં આવ્યા છે. એલપીજી સિલિન્ડરના ભાવ વધારવાની સાથે સરકારે સબસિડી પણ બંધ કરી દીધી છે. આ અગાઉ સરકાર દ્વારા ગેસ સિલિન્ડર લેવા માટે સબસિડી પણ આપવામાં આવતી હતી, પરંતુ સબસિડી પણ છેલ્લા ઘણા મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. આને કારણે લોકો ડબલ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.

image source

જો ડિસેમ્બરની વાત કરવામાં આવે તો મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વિનાના રસોઈગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો. મહિનાની શરૂઆતમાં પણ 50 રૂપિયાનો વધારો થવાના કારણે ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ મહિને 100 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલી વધી હતી. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે.

image source

આ વખતો આા ફેરફાર થોડો અલગ હતો. ડિસેમ્બરની શરૂઆતમાં 14.2 કિલોના રસોઈ ગેસની કિંમતમાં કોઈ વધારો થયો નહીં. કિંમતો સ્થિર રહી પણ પછી 2 તારીખે તેમાં 50 રૂપિયાનો વધારો કરાયો અને હવે 8 દિવસ બાદ પણ ફરીથી આ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરી દેવાયો હતો. દિલ્હીમાં હવે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 644 રૂપિયા કરી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત