શિવાંગી જોષીના જન્મ દિવસ પર મોહસીન ખાને કર્યો તેમની રિલેશનશિપ પર ઘટસ્ફોટ, શું તમે જાણો છો આ વાત?
શિવાંગી જોષીના જન્મ દિવસ પર મોહસીન ખાને કર્યો તેમની રિલેશનશિપ પર ઘટસ્ફોટ

સ્ટાર પ્લસની સુપરહીટ સિરિઝ યે રિશ્તા ક્યા કેહલાતા હૈ દેશમાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. લોકોને તેમાં નાયરા અને કાર્તિકની જોડી ખૂબ ગમી રહી છે. ટીઆરપી ચાર્ટમાં પણ આ સિરિયલ અવારનવાર પકડ જમાવતી જોવા મળી છે. શરૂઆતના સમયમાં તેમના રિલેશનશીપને લઈને કેટલીક અફવાઓ ઉડી હતી. એવું સાંભળવા મળી રહ્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે પણ ત્યાર બાદ થોડા સમય પહેલાં તેમનું બ્રેકઅપ થઈ ગઈ હોવાના સમાચાર પણ ઉડ્યા હતા જેનાથી તેમના ફેન્સના દીલ ટૂટી ગયા હતા.

જો કે સમાચાર પર ન તો શિવાંગી જોષીએ કે ન તો મોહસીન ખાને કોઈ જ સ્પષ્ટતા આપી હતી. તેવામાં ફેન્સને એવી આશા રહી હતી કે તેમના બ્રેકઅપની ખબર ખોટી હશે અને તેમની સુંદર જોડી ક્યારેય ન તૂટે. પણ તાજેતરમાં એક્ટ્રેસ શિવાંગી જોષીનો બર્થડે હતો અને તેના થોડા સમય પહેલાં જ મોહસિન ખાને તેણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે તેમની મિત્રતાને કોઈની નજર ન લાગે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે મોહસિન ખાન એક રીતે તે બન્નેના બ્રેકઅપ પર મહોર લગાવી રહ્યો હોય.

જોકે છેલ્લા ઘણા સમયથી મોહસીન ખાન અને શિવાંગી જોષિ વચ્ચે સેટ પર ચડભડ ચાલી રહી છે. એવું પણ સાંભળવા મળ્યું હતું કે મોહસિન ખાને સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈના સેટ પર પ્રોડ્યુસર્સ પાસે અલગ વેનિટી વેનની પણ માંગ કરી હતી, જો કે પાછળથી મોહસીન ખાને આ સમાચારનું ખંડન પણ કર્યું હતું. જો કે ત્યાર બાદ શું થયું તે વિષે કોઈ જ માહિતી મળી શકી નથી. જો કે તેમની સિરિયલ ત્યાર બાદ પણ પહેલાંની જેમ જ ચાલી રહી છે. તેમની વચ્ચેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રિ તેમના બ્રેકઅપ બાદ પણ તેવીને તેવી જ બરકરાર રહી છે. એ જોઈને લાગી રહ્યું છે કે તેઓ પોતાના પર્સનલ જીવનને પોતાની પ્રોફેશનલ લાઇફથી અલગ રાખતા સારી રીતે શીખી ગયા છે.

હાલ શિવાંગી જોષી પોતાના હોમ ટાઉન દેહરાદૂનમાં પોતાના ફેમિલિ સાથે સમય પસાર કરી રહી છે. જેવું જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું કે તરત જ તેણી પોતાના હોમટાઉન માટે રવાના થઈ ગઈ હતી. થોડા સમય પહેલાં તેણીની દાદીનું નિધન થયું હતું અને જોગાનું જોગ તે દિવસે શિવાંગી જોષીનો 24મો બર્થડે પણ હતો. તેણી પોતાના ફેન્સને લાઇવ સેશન દ્વારા સરપ્રાઇઝ પણ આપવાની હતી. તે સાંજે શિવાંગીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અંગત કારણોસર તેણીને લાઇવ સેશન કેન્સલ કરવું પડી રહ્યું છે.

ત્યાર બાદ શિવાંગી જોષીના કેરિયરને ઉંચાઈ આપનારી તેની ફિલ્મ અવર ઓન સ્કાઈનું પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શન થવાનુ હતું પણ કોરોના વાયરસના કારણે તે પણ થઈ શક્યું નથી. આમ જોવા જઈએ તો શિવાંગી જોષી માટે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2020ને કેન્સલ કરવામાં આવ્યો છે. માટે હવે એવું સાંભળવામા આવી રહ્યું છે કે શિવાંગી જોષીની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થશે. આ ફિલ્મમાં શિવાંગી જોષી ઉપરાંત આદિત્ય ખુરાના અને આસિફા હક્ક જેવા કલાકારો પણ છે.
Source : bollywoodlife
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત