કોરોનાને લીધે સ્કૂલને માન્યતા મળતી નહોતી, ચિંતામાં આવીને દીકરાએ કરી આત્મહત્યા…

ફારુકાબાદ: સ્કુલમાં ફાંસીના ફંદા પર લટકેલા મળ્યા સ્કુલના સંચાલકનું શવ, પિતાએ જણાવી આ વાત.

ફારુકાબાદ જીલ્લામાં એક સેવા નિવૃત શિક્ષકના સ્કુલના સંચાલક પુત્રનું શવ સ્કુલના રૂમમાં ફાંસીના ફંદા પર લટકેલ મળ્યું. ફોન ના રીસીવ કરવાના લીધે પરિવારના સભ્યો સ્કુલમાં પહોચે છે અને ગેટ તોડીને શવ ઉતારે છે. પિતાએ કોરોનાકાળના લીધે સ્કૂલને માન્યતા નહી મળી શકવાના લીધે દીકરો મુશ્કેલી હોવાની વાત કહી છે.

image source

મઉદરવાજા થાણા વિસ્તારના મોહલ્લા અમીન ખાંના નિવાસી સેવા નિવૃત શિક્ષક કનૈયાલાલ યાદવના પુત્ર સુબોધ (ઉ. વ. ૨૬) પડોશી ગામ નગલા ખૈરબંદમાં કોન્વેન્ટ સ્કુલ ચલાવતા હતા. તેઓ રોજની જેમ બુધવારના રોજ સવારે નવ લાગે સ્કુલમાં રીપેરીંગનું કામકાજ કરાવવામાં ચાલ્યા જાય છે. બપોરના સમયે પાછા આવ્યા નહી, તો પરિવારના સભ્યોએ મોબાઈલ ફોન પર સંપર્ક કરે છે, પરંતુ કોઈએ ફોન રીસીવ કર્યો નહી.

આ બાબતને લઈને તેમના સાળા સ્કુલના ગેટ પાસે પહોચીને ખોલવાનો પ્રયત્ન કર્યો. સ્કૂલનો ગેટ ખુલ્યો નહી તો તેમના સાળાએ આજુબાજુના લોકોની મદદથી સ્કૂલનો ગેટ તોડી દેવામાં આવે છે અને ત્યાર બાદ તેઓ અંદર પહોચી જાય છે તો તેઓ સ્કુલના જ એક રૂમમાં પંખા પર પ્લાસ્ટિકના દોરડાની મદદથી સુબોધ યાદવના મૃતદેહને લટકી રહેલ જોવા મળ્યું હતું.

image source

ત્યાર બાદ સુબોધ યાદવને ફાંસીના ફંદા પરથી નીચે ઉતારવામાં આવે છે. સ્કુલમાં પહોચેલ પરિવારના સભ્યોમાં હાહાકાર મચી જાય છે. સુબોધ યાદવ રેલ્વે રોડ પર આવેલ નરેશ કોલ્ડ સ્ટોરેઝની પાસે આવેલ પોતાની સાસરીમાં પોતાના પરિવારના સભ્યોની સાથે પત્ની સોનમ, દોઢ વર્ષના દિવ્યાંગ પુત્ર બાબુની સાથે રહેતા હતા.

માતા સુશીલા દેવી, સાસુ રોમા વગેરેના રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. સુબોધ યાદવની સાસુ યુપી એગ્રો સ્ટેટમાં નોકરી કરે છે જયારે મોટા ભાઈ મનોજ યાદવ અને મોહિત યાદવ શિક્ષક છે. સુબોધ યાદવના ભાઈ અનુજ ઉર્ફ ગુડ્ડુ ગામમાં રહે છે. સુબોધ યાદવનું મૃત શરીર નીલુ પડી ગયું હોય છે. સુબોધ યાદવના પિતા કનૈયાલાલ યાદવ જણાવે છે કે, તેમણે તેમના પુત્ર સુબોધ યાદવના કહેવાથી છેલ્લા કેટલાક દિવસો પહેલા જ બોલેરો કારની ખરીદી કરી હતી.

image source

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે સુબોધ યાદવને સ્કુલની માન્યતા મળી શકી હતી નહી. જેના લીધે સુબોધ યાદવ ખુબ પરેશાન રહેતા હતા. ફારુકાબાદ જીલ્લાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જે. પી. શર્મા આ વિષે જણાવે છે કે, સુબોધ યાદવના મૃતદેહને કબજામાં લઈ લેવામાં આવ્યું છે અને આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત