આ મશીન રોકી નાખે છે સમયને, જે છે ઇઝરાયેલ પાસે…

નમસ્તે મિત્રો , આ લેખમાં ફરી એકવાર તમારું સ્વાગત છે . દુનિયા માં માત્ર એક જ એવી વસ્તુ છે જે કોઈ પણ સંજોગો માં ચોક્કસ ગતિથી આગળ ને આગળ વધતી રહે છે જેને ક્યારેય રોકી શકાતી નથી અથવા બદલી શકાતી નથી પણ આ વસ્તુને આપણે સમય તરીકે ઓળખીએ છીએ

image source

સમયને ઓળખવો જેટલો સહેલો છે તેટલો જ અઘરો છે તેને સમજવો સમયની ગતિને કન્ટ્રોલ કરવા અને સમયસર આગળ વધતો અટકાવવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા સમય ની આગળ અને સમય ની પાછળ જવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેને ટાઈમ ટ્રાવેલિંગ તરીકે ઓળખવામાં આવે છે ટાઈમ ટ્રાવેલિંગ જેવા વિષય પર બનેલી ઘણી સાઇન્સ ફીકશન મુવીઓ તમે જોઈ જ હશે જેમાં હીરો કોઈ કામ ને અંજામ આપવા માટે ભૂતકાળ કે ભવિષ્યકાળ ની સફર કરે છે પરંતુ વાસ્તવિક જગત મા હજુ પણ ટાઈમ ટ્રાવેલિંગ ને અશક્ય માનવામાં આવે છે .

પરંતુ 1977 માં, એક વૈજ્ઞાનિકે એમ કહીને સનસનાટી મચાવી દીધી હતી કે તેણે એક એવા ઉપકરણ ની ખોજ કરી હતી કે જે સમયને અટકાવી અથવા તો સમયની ગતિ ને ધીમું કરી શકે તેમ હતું આ આર્ટિકલમા અમે તમને સિડ હુરવિચ અને તેની સનસનાટી ભરી શોધ વિશે જણાવીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ

image source

આ લેખ શરૂ કરતાં પહેલાં ચાલો સિડ હુંરવિચ વિશે થોડું જાણીએ, આ ટાઈમ ઑલ્ટનિંગ મશીનના શોધક સિડ હ્યુરવિચનો જન્મ 1918 માં થયો હતો. તેના પિતા મશીન રીપેર કરવાવાળા ટેક્નિશિયન હતા આથી હુરવિચ ને પણ બાળપણમાં થી જ ઇલેક્ટ્રોનિક સાધનો ખુબ જ ગમતા હતા હુરવિચ બાળપણમાં કચરામાંથી કેટલીક કામની વસ્તુઓને ભેગી કરીને અને કેટલીક વાપરવા લાયક સાધનો નું નિર્માણ કરતા હતા જ્યારે તે મોટા થયા ત્યારે હુરવિચ આખા ટોરન્ટોમાં તેની પ્રતિભા માટે પ્રખ્યાત હતા ત્યારે કહેવામાં આવતું હતું કે હુરવિચ કોઈ પણ મશીનને રીપેર કરી શકતા હતા અને એવી મશીનને પણ રીપેર કરી શકતા હતા કે જેને તેમણે પહેલી વાર જોઈ હોય

આ પ્રતિભાથી પ્રભાવિત થઈ ને એક કેનેડિયન કંપનીએ તેમને એક નોકરીની ઓફર કરી હતી જ્યા તેમણે તેમની પ્રતિભામાં વધારો કર્યો હતો અને થોડા જ દિવસો પછી તેમણે પોતાની કંપની સ્થાપિત કરી હતી અને અહીંથી જ હુરવિચની સાચી કહાની શરૂ થઈ હતી અહીં સિડ એક પછી એક ઘણા બધા રોચક આવિષ્કારો કરી ચુક્યા હતા અને પછી એક દિવસે સીડ હ્યુરવિચે એક અદ્ભુત અને અત્યંત આશ્ચર્યજનક મશીન શોધવામાં સફળ થયા કે જેનો ઉપયોગ સમયને રોકવા અથવાતો સમયની ગતિ ધીમી કરવા માટે વપરાતો હતો

image source

1969 મા ટોરોન્ટો મા અલગ અલગ જગ્યા એથી ઘણી બધી બેંકોમાં થયેલી ચોરીની વારદાતો સામે આવવા લાગી હતી આથી હુરવીચે પોલીસ નો સંપર્ક કર્યો અને કહ્યું કે ચોર ને પકડવામાં તે પોલિસ ની મદદ કરી શકે છે . તેમણે દાવો કર્યો હતો કે જો પોતે ધારે તો ચોરોને અડધો કલાકમાં પણ પકડી શકે છે . હુરવીચે તેના ઘરે પોતાની ટાઇમ ઑલ્ટનિંગ મશીનના પરીક્ષણ માટે ઘણા પોલીસ અધિકારીઓને આમંત્રણ આપ્યું હતું જેના લીધે અધિકારી બોલ્ટન ત્યારે તેમના કેટલાક સાથિયો સાથે હુરવિચના ઘરે પહોંચે છે ત્યારે ઑલ્ટને હુરવિચના ઘરે ડાઇનિંગ ટેબલ નીચે રહેલી એક મશીન જોઈ હતી ત્યારબાદ હુરવીચે ઑલ્ટનને કહ્યું કે તમારી બંદૂક આ ટેબલની ઉપર વચ્ચે મૂકી દો અને જ્યારે ઑલ્ટને તેની બંદૂક ઉપાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને સમજાય છે કે તે બંદૂક ને ઉપાડી કે તેનું ટ્રિગર દબાવી શકે તેમ ન હતા

image source

જ્યારે સિડે ઑલ્ટનને તેની ઘડિયાળ તરફ ઈશારો કરીને કહ્યું કે હવે તમે તમારી કાંડા ઘડિયાળમા સમય જોઈ શકો છો. ઑલ્ટને જોયું કે તેની ઘડિયાળ પર માત્ર 1જ મિનિટ નો સમય પસાર થયો હતો જ્યારે બાકી લોકોની ઘડિયાળ માં 25 મિનિટ જેટલો સમય બતાવતી હતી આ પ્રયોગ દરમિયાન સિડે ઑલ્ટનને અને તેની સમયરેખા ને ફ્રીઝ કરી દીધી હતી , જેના કારણે ઓલ્ટનને લાગ્યું કે ફક્ત 1 મિનિટ જ પસાર થઈ હતી પરંતુ આ 1 મિનિટ હકીકતમાં 25 મિનિટ બરાબર હતી આ બધા ચમત્કાર માત્ર હુરવિચની બનાવેલી મશીનથી જ શક્ય બન્યા હતા

હૂરવિચે તેની શોધ ને એક સિમ્પલ મિકેનિજમ થી સમજાવતા કહ્યું હતું કે આ કોઈ જટિલ આવિષ્કાર નથી માત્ર એક સરળ મશીન જ છે આ મશીનમાં વીજળીના મૂળભૂત સિદ્ધાંતો ને થોડી અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવ્યા છે આ મશીનની રેન્જ તેને પાવર આપતા સ્ત્રોત પર આધારિત હતી અને આ મશીન ફક્ત તે જ વસ્તુઓ પર કામ કરતી હતી કે જેમાંથી ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરી શકે છે, આ મશીન ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો કરતી હતી જેના કારણે ઇલેક્ટ્રિક ક્ષેત્રની રચના બદલાઈ જતી હતી અને તેના લીધે આસપાસ નો સમય રોકાઈ જતો હતો આ પ્રયોગ પછી આ મશીન નું શુ થયું તે કોઈને ખબર ન હતી

image source

સાલ 1977 મા એક બ્રિટિશ મેગેઝિન ફોરેન રિપોર્ટ મુજબ સિડ હુરવિચ ની આ અદભુત શોધ હાલમાં ઇઝરાયેલ પાસે છે અને એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 3 જુલાઈએ ઇઝરાયેલે આ મશીનનો ઉપયોગ એન્ટોબે એરપોર્ટ પર થયેલા વિમાન હાઇજેક મા 103 લોકો ને બચાવવા માટે કર્યો હતો

આથી કેનેડા ના ઝિયોનિસ્ટ ઓપરેશન દ્વારા આયોજિત એક એવોર્ડ સમારોહમાં હુરવિચને પ્રોટેક્ટર ઓફ સ્ટેટ ઓફ ઇઝરાયેલ નો એવોર્ડ મળ્યો હતો , જેના પર થી સાબિત થતું હતું કે હુંરવીચ નું આ ડિવાઇસ આજે ઇઝરાયેલ પાસે છે ત્યારબાદ હુરવીચે તેના એક ઇન્ટરવ્યૂ મા પણ ખુલાસો કર્યો હતો કે તેણે આ ઉપકરણ ઇઝરાઇલને આપ્યું હતું કારણ કે ઇઝરાઇલ જેવા નાનો અને દુર્બળ દેશ પોતાને બાકીના દેશો થી બચાવી શકે અને હુરવીચે એમ પણ કહ્યું હતું કે તેઓએ આ ઉપકરણ ઇઝરાઇલને આપ્યું હતું કારણ કે તેમની નજરે આ ઉપકરણની સૌથી વધુ જરૂર ઇઝરાઇલને જ હતી ટોરન્ટો કન્સલ્ટન્ટ હોવર્ડ વ્હાઇટ મુજબ કોઈપણ શક્તિશાળી મેગ્નેટ કોઈપણ ઘડિયાળ રોકી શકે છે

image source

તેઓએ કહ્યું હતું કે મને લાગે છે હ્યુરવિચનું આ ઉપકરણ અત્યંત તીવ્ર ઇલેક્ટ્રો ચુંબકીય ક્ષેત્રને પ્રોજેકટ કરવા માટે સક્ષમ છે જેના કારણે તે બંદૂક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને જામ કરી દે છે, પરંતુ આ મશીન કેવી રીતે આવા શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રનું ઉત્પાદન કરી શકે છે તે મને ખબર નથી . હ્યુરવિચે ક્યારેય પણ પોતાની આ શોધનું પેટન્ટ કરાવ્યું ન હતું કારણ કે તેઓએ કહ્યું હતું કે આ એક અત્યંત સાદું ઉપકરણ છે જેની નકલ કરવી ખૂબ જ સરળ છે પરંતુ તે પછી આજ સુધી, કોઈ ફરીથી આવા મશીનનું નિર્માણ કરી શક્યું ન હતું જે સૂચવે છે કે આ ઉપકરણમાં એવું શું હતું જે આજ પણ મહાન વૈજ્ઞાનિકો દ્વારા પણ સમજી શકાયું નથી, સિડ હ્યુરવિચને આ મશીનને બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી હતી ? અને આજે તેનું આ ઉપકરણ ક્યાં છે ? તે આજે પણ એક રહસ્ય જ છે, હુરવિચની આ શોધ વિશે તમારો શુ અભિપ્રાય છે ? તમે અમને કમેન્ટના માધ્યમ થી તમારો અભિપ્રાય જણાવી શકો છો