જો આ નિયમ નહિં જાણો તો જૂનું વાહન જશે ભંગારમાં, જાણો કેન્દ્ર સરકાર શું લાવી રહી છે નવો નિયમ

જાણી લો કેન્દ્ર સરકાર લાવી રહી છે આ નવો નિયમ – જો નહીં જાણો તો તમારું જૂનું વાહન જશે ભંગારમાં

કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી વાહનો તેમજ વાહન વ્યવહારને લઈને એક પછી એક નવા નિયમો બહાર પાડી રહી છે. હવે ફરી પાછી કેન્દ્ર સરકાર નવો નિયમ લાવી રહી છે. જે પ્રમાણે તમારું જૂનું વાહન બની જશે ભંગાર. છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર આ નિયમ પર ચર્ચા કરી રહી છે પણ હવે થોડા જ સમયમાં આ નિયમનો અમલ થઈ શકે તેમ છે.

image source

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે થોડા ક જ સમયમાં આ નિતી સમગ્ર દેશ પર લાગુ પાડવામા આવશે. તેમણે માહિતી આપી હતી કે વાહનોની ભંગાર પોલીસી માટેની રજૂઆત કરવામા આવી હતી અને તે સાથે સંબંધિત દરેક પક્ષે પોતાનો અભિપ્રાય આપી દીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ જણાવ્યું હતું કે જૂના વાહનો ભંગારમાં ફેરવવાની નીતિ લાવવા સરકાર સજ્જ છે. જેના માટે વિવિધ બંદરોની નજીક રિસાયક્લિંગ માટેના કેન્દ્રો દેશના વિવિધ સ્થળો પર બનાવવામાં આવી શકે છે. નિતિન ગડકરીએ જણાવ્યુ હતું કે જૂની ટ્રકો, બસો તેમજ કારો ભંગારમાં ફેરવવામાં આવશે.

image source

ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે સરકારે દેશના વિવિધ બંદરોની ઉંડાઈમાં 18 મિટરનો વધારો કવરાનું નક્કી કર્યું છે. આ જ બંદરોની નજીક જ વાહનોને ભંગારમાં ફેરવવાના રિસાયક્લિંગ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. જેમાંથી જેટલી પણ ઉપયોગી વસ્તુઓ હશે તેને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાપરવામાં આવશે. જેથી કરીને વાહનોના ઉત્પાદનના ખર્ચામાં ઘટાડો લાવી શકાય. આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સ્પર્ધાત્મક બનશે.

image source

નીતિન ગણકરીના જણાવ્યા પ્રમાણે પાંચ જ વર્ષમાં સમગ્ર ભારત કાર, બસ તેમજ ટ્રક્સના ઉત્પાદનનું કેન્દ્ર બનશે. અને આ વાહનોમાં ઇંધણ તરીકે મેથેનોલ, બાયો – સીએનજી, એલએનજી, ઇથેનોલ, હાઇડ્રોજન તેમજ ઇલેક્ટ્રિક ફ્યુઅલ સેલ્સ તરીકે હશે.

image source

હાલ કોરોના મહામારીના કારણે દેશને આર્થિકે રીતે ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. દેશની જીડીપી પણ ઐતિહાસિક સ્તરે નીચી આવી ગઈ છે. અને બેરોજગારીનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. તો બીજી બાજુ બજારમાં મંદીનો માહોલ છે. વેહિકલ ઇન્ડસ્ટ્રીને પણ આ મહામારીનો ભારે ફટકો પડ્યો છે.

image source

વાહનોના વેચાણ તેમજ તેના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો આવ્યો છે. કેટલાક એકમો તો સદંતર બંધ જ કરી દેવામાં આવ્યા છે. અને જો આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહનોના ભંગારની નિતિને લાવવામાં આવશે તો તે લોકોને કેટલો લાભ પહોંચાડે છે અને કેટલું નુકસાન તે જોવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત