ચીનમાં ફરીથી ધડાધડ કોરોનાના કેસ વધ્યા, તાત્કાલિક ધોરણે કરાયું લોકડાઉન, બીજા દેશમાં પણ ચિંતા પેઠી

લાગી રહ્યું છે કે આખી દુનિયામાં કોરોના ફેલાવનાર ચીન જ હવે કોરોનાથી જેમ જેમ ભાગે એમ વધારે ભરડામાં આવી રહ્યું છે. કારણ કે માંડ માંડ ચીન કોરોનામુક્ત થયું હતું ત્યાં તો ખતરનાક સમાચાર સામે આવ્યા અને આખા વિશ્વની ચિંતામાં વધારો થયો હતો. એક તો પહેલાથી જ દુનિયાભરમાં હાલમાં કોરોના વાયરસ રોગચાળાનો કહેર ચાલી રહ્યો છે,

image source

ત્યારે હવે અત્યાર સુધી અમેરિકા અને યુરોપને ઘમરોળી રહેલા આ વાયરસે ફરીથી તેના જન્મસ્થાન એવા ચીન દેશની પાછળ પડી ગયો છે જેના લીધે ચીનના હેબઈ પ્રાંતમાં વધુ એકવાર લોકડાઉન લગાવવા ફરજ પડી છે. સાથે જ જો વાત કરીએ તો જાપાનની રાજધાની ટોક્યોમાં પણ ફરીથી ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે.

image source

જો વાત કરીએ મહાસત્તા અમેરિકાની તો અત્યાર સુધી 20 લાખ જેટલા બાળકોને કોરોનાના ચેપની પુષ્ટિ થઇ ચૂકી છે. જો વાત કરીએ તો ચીનમાં છેલ્લા 5 મહિનામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોના નવા કેસ સામે આવ્યા છે. હાલમાં ચીનમાં કુલ સંક્રમણની સંખ્યા વધીને 87, 278 જેટલી થઇ ગઈ છે અને મોતનો કુલ આંકડો 4634નો થઇ ગયો છે.

image source

માંડ માંડ જ્યાં કોરોનાથી બધું શાંત થઈ રહ્યું હતું ત્યાં તો રાજધાની બેજિંગને અડીને આવેલા હેબેઈ પ્રાંતમાં કન્ટિન્યુસલી નવા કોરોના કેસો સામે આવી રહ્યા છે અને હાલમાં ત્યાં ઘણા હવે બધુ સામાન્ય નથી રહ્યું. ઘણા નવા પ્રતિબંધો લાગૂ કરી દેવાયા છે, ઉલ્લેખનીય છે કે ચીનમાં ઘણા ક્ષેત્રોમાં લોકડાઉન લગાડી દેવાની પણ ફરજ પડી છે કારણ કે કોરોના હવે ફરીથી કાબુ બહાર જઈ રહ્યો છે.

image source

તો આ સાથે જ ચિેંતા એ પણ વધી છે કે ગોન્ગડોન્ગ પ્રાંતમાં સાઉથ આફ્રિકાથી આવેલા નવા કોરોના સ્ટ્રેઇનની પણ પુષ્ટિ થઇ છે અને શિંજિયાંગ પ્રાંતમાં મોટા પાયે ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યા છે. અહીંથી પસાર થઇ રહેલા 10 હાઇવે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકડાઉનના ભાગ રૂપે આ બધું કરવામાં આવતા લોકોનું જનજીવન ફરી એકવાર ખોરવાયું હતું. પૂર્વી એશિયાના મહાવપૂર્ણ દેશ જાપાનમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં લગાતાર વધારો થઇ રહ્યો છે જેને લઈને હાલમાં ત્રણ ક્ષેત્રોમાં ઇમર્જન્સી લગાડી દેવામાં આવી છે. રાજધાનીમાં રોજ અઢી હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમરજન્સી આગામી 7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે. જો કેસો વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જાપાનમાં અહીં 6076 નવા કેસો સામે આવ્યા છે. હવે ત્યાં કોરોનાના કુલ કેસો વધીને 2 લાખ 58 હાજર 393 સુધી પહોંચી પહોંચી ગઈ છે. આ સાથે જ 24 કલાકમાં કોરોનાથી ત્યાં 72 લોકોના મોત પણ નિપજ્યા છે.

image source

સાથે જ વાત કરીએ બ્રિટેનમાં છેલ્લા 24 કલાકમાં એપ્રિલ બાદ મોતના આંકડામાં સૌથી મોટો વધારો નોંધાયો છે. અહીં એક દિવસમાં 1162 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને બ્રિટેનમાં અત્યાર સુધી કુલ 28 લાખ 89 હજાર અને 419 જેટલા લોકો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે અને 78,508 જેટલા લોકોના મોત પણ થયા છે. ત્યારે ફરીથી પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત