ગુજરાતના આ ગામામાં કોરોનાનો હાહાકાર, કેસમાં વધારો થતા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત

કોરોના હવે શહેરમાંથી ગામડા તરફ આગળ વધ્યો છે, રાજ્યના અનેક ગામડામાં હવે કેસો વધી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિને કાબુમાં કરવા માટે રાજ્ય સરકારે 4 મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવી દીધો છે. તો બીજી તરફ વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો અહિ પણ સ્થિતિ ખરાબ જણાઈ રહી છે.

નોંધનિય છે કે બરોડા જિલ્લાના ખાનપુર ગામે કોરોનાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અહી મળતી માહિતી પ્રમાણે આ નાના એવા ગામમાં એક સાથે 47 વ્યક્તિ કોરોનાની ઝપેટમા આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.

image source

તો બીજી તરફ કોરોનાની વિકટ પરિસ્થિતિને જોતા ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનપુર ગામની જો વાત કરીએ તો ગામના પટેલ ફળિયામાં જ એક સાથે 35થી વધુ કેસ સામે આવ્યાં છે. જેના કારણે સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ફરી લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ ખાનપુરમાં કોરોનાના કેસો સામે આવતા તંત્ર ફણ એલર્ટ થઈ ગયું છે અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને લોકોને તે સાથે જરૂરી દવા પણ આપવામાં આવી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે ખાનપુરમા લોકોમાં ડરનો માહોલ વધુ હોવાથી અને કોરોનાના વધુ કેસ ન આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ખાનપુર ગામમાં આવેલા કેસ પાછળ થોડા સમય પહેલા યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે.

નોંધનિય છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ વિજેતા બનેલા ઉમેદવારોએ ભાન ભુલીને જાહેર માર્ગો પર સરઘસ કાઢ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.

image source

તો બીજી તરફ આવનારા દિવસોમાં ખાનપુર ગામની જેમ વડોદરા જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય ગામોમાં પણ કોરોનાના કેસો વધે તો નવાઈ નહીં. નોંધનિય છે કે વડોદરામાં પણ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર કોરોનાની તપાસ કરવા માટે સવારથી જ લાંબી લાંબી લાઈનો લાગી રહી છે.

આ ઉપરાંત કોરોના રસી માટે પણ લોકોની લાઈનો લાગી રહી છે. તમને જણાવી દઈએ કે જો તંત્ર દ્વારા હજુ પણ કોરોનાને નાથવા માટે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમગ્ર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થાશે તે વાત નક્કી છે.

image source

તમને જણાવી દઈએ કે, ખાનપુર ગામમાં આજે જે સ્થિતિ છે અને જે દ્ર્શ્યો સામે આવી રહ્યા છે તેવા દ્રશ્યો એક વર્ષ પહેલા જોવા મળ્યા હતા. હાલમાં સમગ્ર ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ગામની શેરીઓમાં મીની ટ્રેકટરમાં પાણી ભરવાનો ટાંકો લગાવીને પાણીમાં દવા નાખીને છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામની શેરીઓ અને ગલીઓમાં પણ સેનિટાઈઝર છાંટવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ખાનપુરમાં સ્થિતિ વણસતા જાહેર સ્થળોએ 31મી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાની નોટિસ પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિર સહિતના જાહેર સ્થળોએ અને દિવાલો પર પણ નોટિસ લગાવી દેવામાં આવી છે. જેથી ગામના અને બહાર ગામના લોકોને પણ કોરોનાની સ્થિતિની ગંભીરતા સમજાય અને નિયમોનું પાલન કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!